Vahali Dikri Yojana 2025: વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા 2 ઓગસ્ટ, 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું, શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવું, લિંગ ભેદભાવ ઘટાડવો, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવી અને છોકરીઓના જન્મદરમાં વધારો કરવો છે. વ્હાલી દીકરી યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજના 2025 નો મુખ્ય ઉદ્દેશ્ય
છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું, શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવું, લિંગ ભેદભાવ ઘટાડવો, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવી અને છોકરીઓના જન્મદરમાં વધારો કરવો છે. વ્હાલી દીકરી યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને કુલ ₹1,10,000/- ની નાણાકીય સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે, પ્રથમ હપ્તોમાં ધોરણ 1માં પ્રવેશ વખતે ₹4,000/-. આપવામાં આવશે, બીજો હપ્તો ધોરણ 9માં પ્રવેશ વખતે ₹6,000/- આપવામાં આવશે, ત્રીજો હપ્તો 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે ₹1,00,000/- આપવામાં આવશે.આ રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે અને તેનો ઉપયોગ શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અથવા લગ્ન માટે કરી શકાય છે.
વ્હાલી દીકરી યોજના 2025 માટે પાત્રતા ધોરણ
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000/-થી વધુ ન હોવી જોઈએ.
- યોજના પરિવારની પ્રથમ બે દીકરીઓ માટે જ લાગુ છે.
- દીકરીનો જન્મ 2 ઓગસ્ટ, 2019 બાદ થયેલો હોવો જોઈએ.
- અરજદાર પાસે બેંક ખાતું હોવું જરૂરી છે.
- અરજદાર આવકવેરો ભરનાર ન હોવો જોઈએ અથવા અન્ય સરકારી સહાય/પેન્શન ન મેળવતા હોવા જોઈએ.
વ્હાલી દીકરી યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજો
- દીકરીનું જન્મ પ્રમાણપત્ર.
- માતા-પિતાનું આધાર કાર્ડ.
- માતા-પિતાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્ર.
- કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર.
- દંપતીના તમામ હયાત બાળકોના જન્મ પ્રમાણપત્ર.
- રેશનકાર્ડની નકલ.
- બેંક ખાતાની પાસબુક.
- ડોમિસાઇલ (નિવાસ) પ્રમાણપત્ર.
વ્હાલી દીકરી યોજના 2025 માટે અરજી પ્રક્રિયા
ઓનલાઇન અરજી પ્રક્રિયા નવા સુધારા મુજબ, ઓનલાઇન અરજી Digital Gujarat Portal (www.digitalgujarat.gov.in) (www.digitalgujarat.gov.in) પરથી કરી શકાય છે. VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા ઓફિશિયલ લોગિન દ્વારા અરજી દાખલ કરવામાં આવે છે. ઓફલાઇન અરજી પ્રક્રિયા માટે ગ્રામ પંચાયતની e-Gram સેન્ટર પર ફોર્મ મળશે અથવા તાલુકા મામલતદાર કચેરી (વિધવા સહાય યોજનાના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર) પર ફોર્મ મળશે. ફોર્મ ભરો અને તમામ જરૂરી દસ્તાવેજો જોડો. ફોર્મ અને દસ્તાવેજો જ્યાંથી ફોર્મ લીધું હોય ત્યાં (ગ્રામ પંચાયત, આંગણવાડી, અથવા CDPO કચેરી) જમા કરો. અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે, અને પાત્રતા વિશે SMS દ્વારા સૂચના મળશે.
Hi my name is Shraddha
Hi Sir
S
Hey
Hello sir
વલાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે
Ta modasa ji aravali gam moloj
I ve a daughter of 6 years old i needs this how can I get contacts
S
Yes
બારીયા અનેરીબેન વિનોદભાઈ at. આંકલી તા. દે. બારીયા જેલો.. દાહોદ 389380
Yes